૧૦૮ ઉપનિષદ
ઉપનિષદની યાદી,મુખ્ય વેદ ગ્રંથ પ્રમાણે
ઋગવેદ (૧૦) | શુકલ યજુર્વેદ (૧૯) | કૃષ્ણ યજુર્વેદ (૩૨) | સામવેદ (૧૬) | અથર્વવેદ (૩૧) |
---|---|---|---|---|
ઐતરેય [૧૪] અક્ષમાલિકા આત્મબોધ બહવૃચ કોષીતિકી [૧૫] મુદ્ગલ નાદબિંદુ નિર્વાણ સૌભાગ્ય લક્ષ્મિ ત્રિપૂરા | અધ્યાત્મ અદ્વયતારક ભિક્ષુક બૃહદારણ્યક [૧૬] હંસ ઇશાવાસ્ય [૧૭] જાબલા મંડલ માંત્રિક મૌક્તિક નીરાલંબ પિંગળ પરમહંસ સત્ય્યાનિયા સુબલ તાર-સાર ત્રિશિખી તુરિયાતીતા-અવધુત યાજ્ઞવલ્ક્ય | અક્ષિ અમૃતબિંદુ અમૃતનાદ અવધૂત બ્રહ્મવિદ્યા બ્રહ્મ દક્ષિણામૂર્તિ ધ્યાનબિંદુ એકાક્ષર ગર્ભ કાલાગ્નિ કલિસંતરણ કૈવલ્ય કઠ [૧૮] કઠરુદ્ર ક્ષુરીક મહાનારાયણ પંચબ્રહ્મ પ્રાણાગ્નિહોત્ર રુદ્રહૃદય સરસ્વતીરહસ્ય શારીરક સર્વસાર સ્કંધ સુખરહસ્ય શ્વેતાશ્વતર [૧૯] તૈતેરીય [૨૦] તેજોબિંદુ વરાહ યોગકુંડલિની યોગશિખા યોગતત્વ | આરૂણીક અવ્યક્ત છાંદોગ્ય [૨૧] દર્શન જાબાલી કેન [૨૨] કુંડિક મહા મૈત્રાયણી મૈત્રેયી રુદ્રાક્ષજબાલ સન્યાસ સાવિત્રી વજ્રસુચિક વાસુદેવ યોગ ચુડામણી | અન્નપૂર્ણ અથર્વશિખ અથર્વશિર આત્મા ભાવના ભસ્મજાબાલ બૃહજ્જબાલ દત્તાત્રેય દેવી ગણપતિ ગરુડ ગોપાલતપણિ ગોપાલતપણિ કૃષ્ણ માંડુક્ય [૨૩] મહાવાક્ય મુંડક [૨૪] નારદપરિવ્રાજક નૃસિંહતાપની [૨૫] પરબ્રહ્મ પરમહંસ પરિવ્રાજક પાશુપત બ્રહ્મન પ્રશ્ન [૨૬] રામરહસ્ય રામતાપણી શાંડિલ્ય શરભ સીતા સૂર્ય ત્રિપદ્વિભૂતિ ત્રિપુરાતાપનિ |
વેદ દુનિયાના સૌથી પ્રાચીન ગ્રંથ છે. આ ચાર વેદોમાં જીવનના ગૂઢ રહસ્યો છુપાયેલા છે. મૂળરુપે આ ગ્રંથો વિચારોના ગ્રંથ છે. માટે જ તેને આર્ય સંસ્કૃતિના ગ્રંથ ગણવામાં આવે છે. વેદ જ્ઞાનનો ભંડાર છે. વિજ્ઞાન હોય કે ખગોળ શાસ્ત્ર, યજ્ઞવિધિ કે દેવતાઓની સ્તુતિ બધું જ ચાર વેદો(ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ, અથર્વવેદ)માં પ્રાપ્ય છે.
વેદનો શાબ્દિક અર્થ છે જ્ઞાન, જાણવું. વેદોને સમગ્ર વિશ્વના સૌથી પ્રાચીન ગ્રંથો ગણવામાં આવે છે. વેદોને શ્રુતિ પણ ગણવામાં આવે છે. શ્રુતિ એટલે સાંભળીને લખાયેલું. માનવામાં આવે છે કે ઋષિમુનિઓએ આ ગ્રંથ બ્રહ્માના મુખેથી સાંભળીને લખ્યા છે. વેદોની ઋચાઓ(મંત્રો)માં અનેક પ્રયોગો અને સૂત્રો છે. ખગોળ, વિજ્ઞાન, આયુર્વેદ, ટેક્નોલોજી જેવા દરેક વિષયોના વિભિન્ન મંત્રો છે. નાસાએ પણ વેદોમાં છુપાયેલા જ્ઞાનને પ્રામાણિત માન્યું છે. ઉપનિષદોનો રચનાકાળ લગભગ 4000 વર્ષ જૂનો છે, આ આધાર પર માનવામાં આવે છે કે વેદોનો રચનાકાળ 5000 વર્ષ કરતા પણ પૂર્વેનો છે.
ઋગ્વેદ : ઋગ્વેદ સહુથી પહેલો વેદ છે. તેમાં ધરતીની ભૌગોલિક સ્થિતિ, દેવતાઓના આહ્વાનના મંત્રો છે. આ વેદમાં 1028 ઋચાઓ(મંત્રો) અને 10 મંડળ(અધ્યાય) છે.
યજુર્વેદ : યજુર્વદમાં યજ્ઞની વિધિઓ અને યજ્ઞોમાં પ્રયોગ કરાય તેવા મંત્રો છે. આ વેદની બે શાખાઓ છે, શુક્લ અને કૃષ્ણ. તેના 40 અધ્યાયોમાં 1975 મંત્રો છે.
સામવેદ : આ વેદમાં ઋગ્વેદની ઋચાઓ(મંત્રો)નું સંગીતમય રૂપ છે. સામવેદમાં મૂળરુપે સંગીતની ઉપાસના છે. તેમાં 1875 મંત્રો છે.
અથર્વવેદ : આ વેદમાં રહસ્યમય વિદ્યાઓના મંત્રો છે. જેમ કે જાદુ, ચમત્કાર, આયુર્વેદ વગેરે. આ વેદ સહુથી મોટો છે. તેના 20 અધ્યાયોમાં 5687 મંત્રો છે.
પહેલા એક જ હતા વેદ :
એવું પ્રચલિત છે કે પહેલા વેદ ચાર ભાગમાં ન હતા. ચારેય વેદ એકમાં જ હતા. વિદ્વાનો માને છે કે મહાભારતકાળ બાદ શ્રીકૃષ્ણદ્વૈપાયન વ્યાસે(વેદવ્યાસે) તેને ચાર ભાગમાં વહેંચ્યા હતા. તેમના ચાર શિષ્યો જે પોતાના સમયના મહાન સંત હતા તે પૈલ, વૈશ્યંપાયન, જૈમિનિ અને સુમંતુએ તેમની પાસેથી વેદોનું શિક્ષણ મેળવ્યું હતું. અનેક વિદ્વાનોનું માનવું છે કે વેદ બ્રહ્માની માનસપુત્રી ગાયત્રીમાંથી ઉત્પન્ન થયા છે. ગાયત્રી જ આ વેદોની રચનાકાર મનાય છે.
************************HASMUKH GADHAVI****************
2
જગતના ઘણાખરા મહાન ધર્મો અમૂક પુસ્તકોને માને છે; તેઓ માને છે કે એ પુસ્તકો ઈશ્વરની વાણી છે અગર કોઈ દિવ્ય પુરુષોની વાણી છે, અને એ તેમના ધર્મના આધારરૂપ છે. હવે આવાં બધાં પુસ્તકોમાં પશ્ચિમના આધુનિક વિદ્વાનોના મત પ્રમાણે હિંદુઓના વેદો પ્રાચીનમાં પ્રાચીન છે. એટલા માટે વેદો વિશે થોડીક સમજૂતી જરૂર છે …
વેદોનો અર્થ છે જ્ઞાન (વિદ્ એટલે જાણવું) … વેદ એટલે સનાતન સત્યોનો સમૂહ … સત્ય બે પ્રકારનું છે: (૧) માણસની પાંચ સામાન્ય ઇન્દ્રિયો તથા તે ઉપર આધારિત તર્ક વડે જાણી શકાય તે અને (૨) યોગની સૂક્ષ્મ અતીન્દ્રિય શક્તિ વડે જાણી શકાય તે ….
પહેલી રીતે મેળવેલા જ્ઞાનને વિજ્ઞાન કહે છે; બીજા પ્રકારે મેળવેલા જ્ઞાનને ‘વેદ’ કહે છે… આર્ય પ્રજાએ શોધેલ સત્યોના સમગ્ર વૈદિક સંગ્રહની બાબતમાં એ પણ સમજી લેવાનું છે કે જે વિભાગો માત્ર સાંસારિક બાબતોનો જ ઉલ્લેખ કરતા નથી, જે પરંપરા કે ઈતિહાસની કેવળ નોંધ જ લેતાં નથી કે જે કર્તવ્યનાં માત્ર વિધાનો જ આપતાં નથી, તે જ ખરાં અર્થમાં વેદો છે …. જો કે સત્યનું અતિન્દ્રિય દર્શન કંઈક પ્રમાણમાં આપણાં પુરાણો અને ઈતિહાસોમાં તથા બીજી પ્રજાઓના ધર્મગ્રંથો જોવા મળે છે; છતાં આર્ય પ્રજામાં વેદોના નામે ઓળખાતા ચતુર્વિધ ધર્મગ્રંથો આધ્યાત્મિક સત્યોની સંપૂર્ણમાં સંપૂર્ણ અને અવિકૃતમાં અવિકૃત સંગ્રહ હોવાને લીધે બીજાં બધાં શાસ્ત્રોમાં સર્વોચ્ચ સ્થાને અને પૃથ્વી પરની સર્વ પ્રજાઓના માનને પત્ર છે, તથા તેમનાં બધાં વિવિધ શાસ્ત્રોનો ખુલાસો પૂરો પાડે છે. હકીકતમાં વેદો દુનિયાના પ્રાચીનમાં પ્રાચીન ધર્મગ્રંથો છે. તે ક્યા સમયે લખાયા અગર કોણે લખ્યા તે વિશે કોઈ કશું જાણતું નથી.
વેદોના ઘણા ગ્રંથો છે. કોઈ એક વ્યક્તિએ તે બધા વાંચ્યા હશે કે કેમ તે વિશે મને શંકા છે. જે સંસ્કૃતમાં વેદો લખાયા હતાં તે એ વેદો પછીનાં હજાર વર્ષો પછી લખાયેલાં પુસ્તકોની સંસ્કૃત ભાષા નથી, જે કવિઓ અને બીજા વિદ્વાનોએ લખેલા સંસ્કૃત ગ્રંથોના અનુવાદો તમે વાંચો છો.
વેદોનું સંસ્કૃત ખૂબજ સરળ, એની સંરચનામાં પ્રાચીન હતું, અને કદાચ સંસ્કૃત બોલાતી ભાષા હતી. આર્યોની સંસ્કૃત બોલાતી ભાષા હતી. આર્યોની સંસ્કૃત બોલતી શાખા સૌ પ્રથમ સભ્ય બની હતી અને, પુસ્તક લેખનમાં અને સાહિત્ય સર્જનમાં એ પડેલી હતી. હજારો વર્ષો એ પ્રમાણે ચાલ્યું. કેટલાં હજાર વર્ષો તેમણે લખ્યું તે કોઈ જાણતું નથી. ઈ.સ. પૂર્વે ૩૦૦૦ કે ૮૦૦૦ એવાં અનુમાનો છે. પણ આ કાળગણના ચોક્કસ નથી…
હજારો વર્ષોથી બોલાતી અને લખાતી હોઈને, સ્વભાવિક રીતે જ, સંસ્કૃતમાં ખૂબ પરિવર્તન થયેલ છે, ગ્રીક અને રોમન જેવી બીજી આર્યભાષાઓમાં સંસ્કૃતના કરતાં સાહિત્ય મોડેરું જન્મ્યું તે ફલિતાર્થ છે. એટલું જ નહિ પણ, બીજી એક વિશિષ્ટતા એ છે કે, જગતમાં અસ્તિત્વ ધરાવતા ગ્રંથોમાંના સૌથી પ્રાચીન સંસ્કૃતમાં છે, જેમને વેદો કહેવાય છે.
બેબીલોનીયન અને ઇજિપ્શિયન સાહિત્યોમાં ખૂબ પ્રાચીન ખંડકો છે પણ, એમણે સાહિત્ય કે ગ્રંથો કહી શકાય તેમ નથી પણ, ટૂંકી નોંધો છે, નાનો પત્ર છે કે થોડાંક શબ્દો જેવું છે, પણ પૂર્ણ રૂપમાં, સંસ્કૃત સાહિત્ય તરિકે વેદો સૌથી પ્રાચીન છે.
-સ્વામી વિવેકાનંદ (વિવેક વાણી)
એવું માનવા આવે છે કે વેદોમાં એક લાખ મંત્રો છે, જેમાંથી અંદાજે એંશી હજાર કર્મકાંડના, સોળ હજાર ઉપાસનાના અને બાકીના ચાર હજાર મંત્રો જ્ઞાન સાથે જોડાયેલા છે. વિદ્વાનો માને છે જ્ઞાન જ મોક્ષનો સર્વશ્રેષ્ઠ માર્ગ છે.
વેદ માનવ જીવનની પ્રગતિનું પ્રમાણ તો છે જ, સાથે-સાથે મોક્ષનો માર્ગ ચીંધનાર ગ્રંથ પણ છે. ત્રણેય મુખ્ય વેદ ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ મુક્તિના ત્રણ માર્ગ બતાવે છે. તેના મંત્રોમાં ભક્તિ, કર્મ અને જ્ઞાનની વાતો સમાયેલી છે. ભારતીય મુનિઓનું માનવું છે કે જીવનમાં મુક્તિ માટેના ત્રણ જ માર્ગ છે, એક કર્મ, બીજો ઉપાસના અને ત્રીજો જ્ઞાન. માત્ર આ ત્રણ માર્ગ થકી જ મનુષ્ય મોક્ષ પ્રાપ્ત કરી શકે છે. મોક્ષનો અર્થ સ્વર્ગ કે નર્ક નથી, આ તો જીવનની એ વસ્થાનું નામ છે જ્યારે માણસ કર્મોના બંધનમાંથી મુક્ત થઇ જન્મોના બંધનમાંથી મુક્તિ મેળવે છે. ત્રણેય વેદ આ ત્રણ માર્ગોના પ્રતીક છે.
ઋગ્વેદ જ્ઞાન, યજુર્વેદ કર્મ(કર્મકાંડ) અને સામવેદ ઉપાસનાનો ગ્રંથ છે. જે ત્રણેય મોક્ષના માર્ગ તરફ દોરી જાય છે. એવું માનવા આવે છે કે વેદોમાં એક લાખ મંત્રો છે, જેમાંથી અંદાજે એંશી હજાર કર્મકાંડના, સોળ હજાર ઉપાસનાના અને બાકીના ચાર હજાર મંત્રો જ્ઞાન સાથે જોડાયેલા છે. વિદ્વાનો માને છે જ્ઞાન જ મોક્ષનો સર્વશ્રેષ્ઠ માર્ગ છે. વેદોની શાખાઓ લુપ્ત થવાને કારણે હાલ ખૂબજ ઓછા મંત્રો રહી ગયા છે અને હવે તો સાવ સંક્ષિપ્ત રુપમાં તે આપણી સામે છે.
હાલ વેદોના તમામ એક લાખ મંત્રો પ્રાપ્ય નથી. અલબત વેદોના સહાયક ગ્રંથોમાં તેનું પ્રમાણ મળે છે. ચોથા વેદ, અથર્વવેદમાં તમામ પ્રકારની અલૌકિક શક્તિઓનું પ્રમાણ છે, જેમ કે જાદુ, ચમત્કાર, આયુર્વેદ અને યજ્ઞ.
No comments:
Post a Comment